ખેડૂતના મુખ્ય દુશ્મન એટલે, કોઈપણ પાકમાં આવતા રોગ, જીવાત અને નિંદણ. તેને લીધે કેટલીક વખત ૫૦ થી ૮૦ ટકા જેટલો પાક નાશ પામે છે. ઉભા પાકમાં વિવિધ જંતુઓ, ફૂગ, નિંદામણ અને વાયરસ જન્ય રોગો પાકને નિષ્ફળ બનાવી દે છે.આ ઉપરાંત અનાજને સંગ્રહી રાખવામાં આવે ત્યારે પણ કેટલીક જીવાત તથા ઉંદર નુકશાન પહોંચાડે છે. વળી સતત વધતી જતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે વધારે ઉત્પાદન મેળવવું પણ જરૂરી છે. જો ખેડૂત મિત્રો જંતુનાશક દવાઓનું પ્રમાણ અને જંતુનાશક દવા છાંટયા પછી કેટલા દિવસે અનાજ, કઠોળ, શાકભાજી અને ફલફળાદીનો ઉપયોગ કરવો તે જાણતા ન હોય તો જંતુનાશકોના અવશેષો માનવ શરીરને નુકશાન કરે છે.
ભારત સરકાર માન્ય જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશક, જૈવીક જંતુનાશક, છોડ વૃધિ નિયામક દવાઓની તા.૩૧/૦૫/૨૦૧૮ સુધીની યાદી બહાર પાડવામાં આવી છે. ભારતમાં થતા અલગ અલગ પાકો મુજબ જંતુનાશકોના પ્રમાણમાપ અને સ્પ્રે કર્યા પછી કેટલા દિવસે ખોરાકમાં ઉપયોગમાં લઇ શકાય તે પણ યાદીમાં આપેલ છે. આ ઉપરાંત બે રાસાયણિક જંતુનાશકોની સુસંગતતા અને અસંગતતાનો ચાર્ટ પર આપેલો છે જે દર્શાવે છે કે બે જંતુનાશક દવાનું મિશ્રણ પાક માટે હાનિકારક તો નથી ને...?
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે તમે આ આવી સરસ મજા ની માહિત ખેડૂતો સુધી પોચાડો છો..
ReplyDeleteખૂબજ અગત્યની માંહિતી આપે આપી છે .અને ઘણી જરૂરી છે.
ReplyDeletethanks sir aavij mahiti aapiya Karo
ReplyDelete