ખરીફ સિઝનની ખેડૂતોએ વાવણી કરી લીધી છે. દેશમાં સૌથી વધુ વાવણી ખરીફ સિઝનમાં થાય છે.દર વર્ષે ખરીફ વાવણી પહેલાં ટેકાના ભાવ જાહેર થતા હોય છે. આ ટેકાના ભાવોને આધારે ખેડૂતો વાવણીનો નિર્ણય લેતા હોય છે. ટેકાના ભાવ માટે CACP કેન્દ્રને ભલામણ કરતી હોય છે. આ વર્ષે CACP એ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૬ થી ૮ ટકાનો વધારો કરવા માટે ભલામણ કરી છે.
આ વર્ષે ટેકાના ભાવમાં ડાંગર ૬૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર ૧૨૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાગી ૨૫૩ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તુવેર ૧૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ ૭૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અડદ ૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગફળી ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન ૩૧૧ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કપાસમાં ૧૦૦-૧૦૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે download બટન પર ક્લિક કરો
No comments:
Post a Comment